અમદાવાદઃ વિજ્ઞાન ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ માટે આ વર્ષે ગુજરાતના ડો પંકજ જોષીની પસંદગી થઈ છે. બ્લેક હોલ ફિઝિક્સ, ગ્રેવિટેશન એન્ડ કોસ્મોલોજી સંશોધનમાં પાયાનું યોગદાન રહેલું છે. તેમના નામે ૨૦૦ જેટલા પબ્લિકેશન્સ ઈન્ટરનેશનલ જર્નલ્સ અને બુક્સ છે.
પ્રથમ વખત ગુજરાતીને મળશે આ સન્માન
ડો પંકજ જોષી તેમની ટીમ સાથે ૧૯૮૬થી આપણી મિલ્કી વે ગેલેક્સીમાં બ્લેક હોલ છે કે સિંગ્યુલારીટી? તેના પર સંશોધન કરી રહ્યા છે. સિંગ્યુલારીટીને ક્વોન્ટમ સ્ટાર પણ કહી શકાય છે. આજે વિશ્વના વૈજ્ઞાનિકો સિંગ્યુલારીટીને ક્વોન્ટમ સ્ટારનો ઘણો અભ્યાસ કરી રહ્યા છે.
નેશનલ સાયન્સ એકેડમી એવોર્ડ
ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત એસ્ટ્રોનોમર્સ અને એસ્ટ્રોફિઝિસિસ્ટને અર્પણ કરવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત ૧૯૮૫ થી થઈ હતી. દર ત્રણ વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ ખ્યાતનામ એસ્ટ્રોનોમર ડો. મનાલી વૈનુ બપ્પુની સ્મૃતિમાં શરૂ કરવામાં આવ્યો હતો.