નડિયાદઃ સંતરામપુરના પ્રતાપપુરામાં સત્તાર પઠાણના ઘોડાઓનાં ફાર્મમાં તાજેતરમાં ૬એ ૬ ઘોડાને ગ્લેન્ડર્સ નામનો બેકેટરિયાથી થતો ગંભીર ચેપીરોગ થયો હતો.
આ રોગથી ૧ ઘોડાનું મોત પણ થયું હતું. બાકીનાં પાંચ ઘોડાને પણ આ બીમારી લાગુ પડેલી જણાઈ હતી. તેથી પાંચેયના નિકાલની કાર્યવાહી અર્થે પશુ ચિકિત્સા અધિકારીઓની ટીમે સંતરામપુર નજીકના નાના નટવા ગામે વ્યવસ્થા કરી હતી. દરમિયાન ગ્રામજનોએ પથ્થરમારો કરીને વિરોધ કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જેના પગલે નાના નટવાથી ૧૫ ટીમ પરત સંતરામપુર આવી હતી અને ૧૪મી માર્ચે રાત્રે ૨.૦૦ વાગ્યા બાદ ચિતવાના જંગલ વિસ્તારમાં પાંચ ઘોડાને યુથેન્શિયા ઈન્જેક્શન આપી તેમના નિકાલની કાર્યવાહી કરી હતી. ચેપગ્રસ્ત પાંચે ઘોડાને જંગલ વિસ્તારમાં ઊંડા ખાડા ખોદીને દફનાવી દેવાયા હતા.