આણંદઃ જિલ્લામાં ૫૦૦ થી વધુ મગરો વસે છે જેમાંથી સોજિત્રા તાલુકાનાં તળાવોમાં ૩૦૦ થી વધુ મગરો છે. મહત્ત્વની વાત એ છે કે આ મગરો અહિંસક છે, કેમ કે આ મગરે કયારેય કોઇ હુમલા કર્યા નથી. મલાતજ ગામના બે તળવામાં જ ૧૫૦ થી વધુ મગરો વસવાટ કરે છે. તમે કોઈ પણ તળાવના કિનારે નજર નાંખો તો એવુ ના બને કે તમને મગર ન દેખાય. ત્યારે નાનકડા આ ગામડાઓ મગરનું માવતર બની ગયા છે.
ફોરેસ્ટ અધિકારી અજય મહિડા જે હાલમાં મગર પણ રિસર્ચ કરી રહ્યાં છે. તેમના કહેવા મુજબ આ મગરો છીછરા પાણીમાં વસતા હોવાથી અહિંસક હોય છે. તેમનું આયુષ્ય ૪૦ થી ૫૦ વર્ષનું હોય છે. મગરને ૭૦ દાંત હોય છે અને જીવનમાં ૫૦ વખત દાંત બદલી શકે છે.