આણંદઃ ચારુતર વિદ્યામંડળના પૂર્વ ચેરમેન અને ખેડૂતપુત્ર ડો. સી. એલ. પટેલનું રવિવારે વહેલી સવારે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી પથારીવશ હતા અને સારવાર ચાલતી હતી. તેઓ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ કોલેજોના પ્રણેતા હતા. થોડા દિવસો પહેલાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા.
તેમના અંતિમદર્શન અને શ્રદ્ધાંજલિ સભા જે. જે. પટેલ આયુર્વેદ કોલેજ ન્યુ વલ્લભ વિદ્યાનગરમાં સોમવારે સાંજે રખાઈ હતી. ડો. છોટુભાઈ પટેલે શિક્ષણ જગત માટે અથાગ તપશ્ચર્યા અને મહેનત કરી હતી. ચારુતર વિદ્યામંડળ ઉપરાંત ન્યુ વલ્લભ વિદ્યાનગરના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે. પરિવારમાં તેમના બે દીકરા શૈલેષ પટેલ અને વ્રજેશ પટેલ છે અને બંને અમેરિકામાં રહે છે. જ્યારે ચાર દીકરીઓ પૈકી વર્ષા પટેલ ઇંગ્લેન્ડમાં રહે છે અને શોભા પટેલ, રેખા પટેલ અને છાયા પટેલ અમેરિકામાં વસે છે.
(• વિશેષ લેખઃ ‘દાન, શિક્ષણ અને દેહના દાતાઃ ડો. સી.એલ. પટેલ’ વાંચો પાન ૨૫)