આણંદઃ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગવી ઓળખ પ્રાપ્ત કરનાર અને તાજેતરમાં જ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ (એનએસસી) દ્વારા એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે તાજેતરમાં આફ્રિકાસ્થિત લિસોથો સરકારના વિશેષ પ્રધાનમંડળે મુલાકાત લીધી હતી. આ મુલાકાતનું આયોજન વડોદરા ખાતે આયોજિત સ્વીચ એક્ષપો ૨૦૧૬ના માધ્યમ થકી કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ચારુસેટ યુનિવર્સિટી અને લિસોથો સરકાર વચ્ચે સંકલન અને સહકાર સાધી શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓ માટે અરસપરસ સહકાર કેળવવાનો છે.