ચાંગાઃ કોરોના વાઈરસ ન ફેલાય તેની સાવચેતી માટે ચારસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (આરપીસીપી)એ ચારુસત્વ નામનું હેન્ડ સેનેટાઈઝર વિકસાવ્યું છે. આ સેનેટાઈઝર ચારુસેટના ફેકલ્ટી મેમ્બર તથા સ્ટાફને નિઃશુલ્ક આપવામાં આવી રહ્યું છે. આરપીસીપીના ફેકલ્ટી મેમ્બરના વડપણ હેઠળ લેબ ટેકનિશિયનની ટીમ અને વિદ્યાર્થીઓ દ્વારા આ સેનેટાઈઝર બનાવવામાં આવ્યું છે અને મેડિકલી ટેસ્ટેડ છે.
સેનિટાઇઝરના કાળા બજાર કરતાં પિતા-પુત્રની ધરપકડ
આણંદમાં પંકજ ઠક્કર અને તેમના પુત્ર મિહિર ઠક્કરની ન્યૂ ગાયત્રી એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પુરવઠા વિભાગે રવિવારે બપોરે દરોડો પાડ્યો હતો. આ દુકાનમાંથી હેન્ડ સેનેટાઇઝરના રૂ. ૪.૧૬ લાખના ૧૪ બોક્સ મળ્યા હતા. સેનેટાઝર ટોપ મોસ્ટ નામની અમદાવાદની કંપનીના હતા. બાપ દીકરો મૂળ કિંમત કરતાં બમણી કિંમતે સેનેટાઇઝર્સ વેચીને કાળા બજાર કરતા હોવાથી બંનેની ધરપકડ કરાઈ હતી.