ચારુસેટઃ NRI દાતા દ્વારા રૂ. એક કરોડનું દાન

Saturday 04th July 2020 14:50 EDT
 
 

આણંદઃ ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની કારોબારી સભા ૨૬મી જૂને ચારુસેટ કેમ્પસ-ચાંગામાં કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઇ એમ. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ કારોબારીમાં ચકલાસીના અને અગ્રણી NRI દાતા રમણભાઈ શનાભાઇ પટેલે ચારુસેટ હોસ્પિટલને રૂ. એક કરોડનું સંકલ્પ દાન જાહેર કર્યું હતું. આ સંકલ્પ દાન વિશે માહિતી આપતાં માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલે જણાવ્યુ હતું કે સંસ્થાને રૂ. એક કરોડથી વધુ દાન આપનાર ૪૦થી વધુ દાતાઓ છે. હવે પછીથી આ દાન ભાસ્કર એવોર્ડી ક્લબમાં રમણભાઈ શનાભાઇ પટેલનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સંસ્થા વતી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter