ચારુસેટની બે દાયકાની અવિરત યાત્રાની ઉજવણી ભવ્ય NRI સ્નેહમિલન-૨૦૨૦

Friday 10th January 2020 05:31 EST
 
 

ચાંગા: વૈશ્વિક ફલક પર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ થકી આગવી ઓળખ ઉભી કરનાર ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળે નીતિમત્તા અને પારદર્શિતાના મૂલ્યો દ્વારા સામાજિક, શૈક્ષણિક અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સહિયારી વિકાસયાત્રાના ફળસ્વરૂપે એનએએસી દ્વારા એ ગ્રેડ પ્રમાણિત ચારુસેટ યુનિવર્સિટી અને એનએબીએચ પ્રમાણિત ચારુસેટ હોસ્પિટલની બે દશકની અવિરત યાત્રામાં સહભાગી થવા માદરે વતનમાં આવેલા વિવિધ એનઆરઆઈઓને ચોથી જાન્યુઆરીએ યોજાયેલા એનઆરઆઈ સ્નેહમિલનમાં નિમંત્રણ અપાયું હતું. ઉલ્લેખનીય છે કે ચારુસેટ કેમ્પસની સ્થાપના ૨૮મી જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ થઈ હતી. ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલની બે દશકની અવિરત યાત્રાની ભવ્ય ઉજવણી સ્વરૂપે વતનમાં આવેલા એનઆરઆઈ મિત્રો અને પરિવારજનો માટે ચારુસેટ કેમ્પસમાં ચોથી જાન્યુઆરીએ યોજાયેલા એનઆરઆઈ સ્નેહમિલન ૨૦૨૦માં યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂ ઝીલેન્ડ, આફ્રિકા, દુબઈ વગેરે દેશોમાંથી વિશાળ સંખ્યામાં એનઆરઆઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અનોખા આવકાર-સ્વાગત સાથે સંગીત સંધ્યા અને દસ્તાવેજી ફિલ્મનો શો યોજાયા હતા.
ચારુસેટ- કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા-સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ - સીએચઆરએફના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ (અમેરિકા), વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી એ પટેલ, કિરણભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, સહમંત્રી મધુબહેન પટેલ , ગિરીશ બી પટેલ અને વિપુલ પટેલ (ડભોઉં), ખજાનચી ગિરીશ સી પટેલ, સહમંત્રી દિલીપ પટેલ, દાતા અને પૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલ, ચંદ્રકાંત પટેલ (મુંબઈ), દીપકભાઈ પટેલ (સાથી), માતૃસંસ્થાના ઉપપ્રમુખો નવનીતભાઈ પટેલ અને વી એમ પટેલ, આર વી પટેલ, શરદભાઈ પટેલ, નવલભાઈ પટેલ (સુરત), સીએચઆરએફ – કેળવણી મંડળ - માતૃસંસ્થાના પદાધિકારીઓ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, ડો. એસ પી કોસ્ટા, ચારુસેટના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી વગેરે પદાધિકારીઓ, વિવિધ કોલેજોના આચાર્યો - ડીન, સ્ટાફ, સી બી પટેલ (અમેરિકા), મોટી સંખ્યામાં એનઆરઆઈ પરિવારજનો - મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ ચરોતરની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચારુસેટની બે દશકની અવિરત યાત્રાની ૨૫ મિનિટની ડોકયુમેન્ટરી ફિલ્મ પણ ઉપસ્થિત મહાનુભાવો સામે દર્શાવવામાં આવી
હતી. સંગીત સંધ્યા અંતર્ગત જૂના ફિલ્મો ગીતો રજૂ કરાયા હતા જેનો સૌએ આનંદ માણ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter