આણંદ: ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચાંગા સ્થિત ચારુસેટ કેમ્પસના ૨૧મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસનું નામાધિદાન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામિડેકલ સાયન્સિસ કરાયું હતું. આ પ્રસંગે ૧૩૭ અધ્યાપકોનું રિસર્સ પેપર એવોર્ડથી સન્માન કરાયું હતું.
સંસ્થાના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાંધણીના અને યુએસએમાં સ્થાયી થયેલા બાપુભાઈ દેસાઈભાઈ પટેલ પરિવાર તરફથી ચારુસેટને અત્યાર સુધીમાં રૂ. સાડા ત્રણ કરોડનું દાન પ્રાપ્ત થયું છે. આ પરિવારનું ઋણ અદા કરવા ચરોતર ઇસ્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસનું નામાભિધાન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રૂપાબહેન, રાજેન્દ્રભાઈ, મનુભાઈ અને પરિવારના સભ્યોનો સવિશેષ આભાર વ્યક્ત કરાયો હતો. મુખ્ય મહેમાન ડો. એ. એસ. પટેલે રૂ. સાડા સાત લાખનું દાન આપ્યું હતું અને તેમણે વધુ રૂ. એક લાખનું દાન સંસ્થાને સમર્પિત કર્યું હતું. સમારંભમાં કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ સી. એ. પટેલ, અશોકભાઈ પટેલ, મંડળના જોઈન્ટ સેક્રેટરી મધુબહેન પટેલ, ખજાનચી ગિરીશભાઈ સી. પટેલ, ટ્રસ્ટીઓ વીરેન્દ્રભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, વી. એમ. પટેલ, આર. વી. પટેલ, ડો. આર. એમ. પટેલ, ડો. એસ. પી. કોસ્ટા વગેરે હાજર રહ્યા હતા.