વડોદરાઃ ચારૂસેટ હોસ્પિટલ-ચાંગાને ૧૬મી જૂને પિતાશ્રી સ્વ. મણિલાલ શાહ તથા માતુશ્રી વિજયાબાના સ્મરણાર્થે પ્રફુલભાઈ શાહ, યોગેન્દ્રભાઈ શાહ તથા પરિવાર તરફથી આધુનિક આઈ.સી.યુ.એમ્બ્યુલન્સ દાનરૂપે અર્પણ કરાઈ હતી. ચારૂસેટ હોસ્પિટલ દ્વારા અપાતી ઈમરજન્સી સેવાઓમાં વધુ એક સુવિધાનો ઉમેરો થતાં ચરોતરની જનતા તેનો લાભ લઈ શકશે. આ પ્રસંગે કેળવણી મંડળ તથા માતૃ સંસ્થાના સી.એચ.આર.એફ.ના મંત્રી ડો. એમ. સી. પટેલ તથા અન્ય સભ્યોએ ખાસ હાજરી આપીને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.