આ તસવીર વડોદરાની છે. સમગ્ર શહેર 14 ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયું હતું ત્યારે સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરને પોતાની ઓફિસ સમજી બેઠેલા પદાધિકારીઓ સામે ભારે આક્રોશ ફેલાયા બાદ તેઓ લોકો વચ્ચે જવા મજબૂર બન્યા હતા. શનિવારે શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીની મુલાકાતે ગયેલાં મેયર પિન્કીબેન સોની (જમણે) સમક્ષ સ્થાનિક લોકોએ હૈયાવરળ ઠાલવ્યા બાદ તેમને ઘેરાવ કરીને સોસાયટીમાં ભરાયેલા પાણીમાં ચલાવ્યાં હતાં. રહીશો કહેતા હતા કે અહીં ચોમાસામાં કેવા પાણી ભરાય છે તેની નેતાઓને પણ ખબર પડે તે માટે મેયરને સોસાયટી બતાવો.