જહોનિસબર્ગમાં ઓડના રવિ પટેલ પર અશ્વેતોનો લૂંટના ઈરાદે ગોળીબારઃ સારવાર દરમિયાન મોત

Wednesday 06th March 2019 06:09 EST
 
 

ઉમરેઠઃ સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગમાં આવેલા એક સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે છઠ્ઠી જાન્યુઆરીએ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામના ૨૬ વર્ષીય યુવક રવિકુમાર પટેલ પર ફાયરિંગ કર્યું હતું. રવિનું સારવાર દરમિયાન ૨૭મી ફેબ્રુઆરીએ મોત નીપજ્યું હતું. રવિકુમાર જશભાઈ પટેલ છેલ્લા ચાર વર્ષથી દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં સ્થાયી થયા હતા. જ્હોનિસબર્ગના સનસિટી એરિયામાં આવેલા સંબંધી પરેશભાઈના સ્ટોરમાં રવિ નોકરી કરતા હતા. છઠ્ઠી જાન્યુઆરીએ રવિ સ્ટોર પર હતા ત્યારે ત્રણથી ચાર અશ્વેત યુવકો ગન સાથે સ્ટોરમાં ધસી આવ્યા અને રવિ પર ફાયરિંગ કરીને સ્ટોરમાં લૂંટ ચલાવી હતી.
ત્રણેક ગોળી રવિના પગ અને પેટના ભાગમાં વાગી હતી. અશ્વેતો લૂંટ કરીને ફરાર થયા પછી આસપાસના સ્થાનિકો રવિને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિનું ૨૭મીએ મૃત્યું થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter