વડોદરાઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ૧૩, ૧૪ અને ૧૫મી ઓક્ટોબરે યોજાયેલા છઠ્ઠા ઈન્ટર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં ૧૧૦થી વધુ કોલેજના યુવાઓએ ભાગ લીધો હતો. રાજકોટની મારવાડી કોલેજમાં યોજાયેલા આ ફેસ્ટિવલમાં વિદ્યાનગરની બીવીએમ એન્જિનિયરિંગ કોલેજના ૫૦ વિદ્યાર્થીઓએ અલગ અલગ ૧૭ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને ઈન્ડિયન ગ્રુપ સોંગ, ડિબેટ અને સ્કિટમાં કોલેજે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ક્લાસિકલ ઈન્સ્ટ્રુમેન્ટલ (પર્કેસન), ક્લાસિકલ ઈન્સ્ટ્રુમેન્ટલ (નોન પર્કેસન) અને વેસ્ટર્ન ગ્રુપ સોંગમાં કોલેજને દ્વિતીય અને વન એક્ટ પ્લેમાં તૃતિય ક્રમ મળ્યો હતો.
વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ માટે કોલેજના પ્રિન્સિપાલ ડો. ઈન્દ્રજિત પટેલ અને અધ્યાપકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતા બદલ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ડો. સી. એલ. પટેલ દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હતા.