ડભોઈઃ ૮મી એપ્રિલ ૧૮૭૩નાં રોજથી ડભોઇ-મિયાગામ (કરજણ) વચ્ચે દોડતી થયેલી બાપુ ગાડી ગેજ પરિવર્તન કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોય ૧૪૫ વર્ષ ૩ માસ અને ૬ દિવસની ઐતિહાસિક સફર પૂર્ણ કરી ૧૪મી જુલાઇએ સાંજે ૭.૨૦ની છેલ્લી ટ્રીપ સાથે બંધ કરી દેવામાં આવી છે. હવે એશિયા ખંડનાં નેરોગેજનાં પ્રથમ જંકશન પરથી બાપુગાડી તેનાં સોનેરી ઇતિહાસ સાથે ગાયબ થઇ થઇ જશે.
ગાયકવાડ સરકારનાં રાજમાં ૮મી એપ્રિલ ૧૮૭૩માં ડભોઇ-મિયાગામ (કરજણ)નો આ નેરાગેજ ટ્રેક ખુલ્લો મુકાયો હતો. આ ટ્રેકને પુરા ૧૪૫ વર્ષ થયાં છે. ગુજરાતમાં નર્મદા ડેમમાં આકાર લઇ રહેલાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને લઇને ડભોઇ પંથકમાં દોડતી ડભોઇ ચાંણોદ બાપુગાડીને તો ૨૫ મે ૨૦૧૮થી બંધ કરી કેન્દ્ર સરકાર દ્વારા આ રૂટને નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રાજપીપળા સુધી લંબાવવાની પણ કામગીરી હાથ ધરવાનાં શ્રી ગણેશ થઇ ગયાં છે.
૪૦ કિમીનું અંતર ૧ કલાકમાં
બ્રોડગેજ થતાં ડભોઇ કરજણનું ૪૦ કિમીનું અંતર સ્ટોપેજ સાથે માત્ર ૧ કલાકમાં કપાઇ જશે. હાલ ૧.૪૫ કલાક થાય છે. હાલ ડભોઇ કરજણ વચ્ચે નેરોગેજ પર મિની ડિઝલ એન્જીન ૩૫ કિમીની ઝડપે દોડે છે. જેમાં ૫થી ૬ કોચ હોય છે પરંતુ બ્રોડગેજ થયેથી મોટા એન્જિન ૭૫થી ૮૦ની સ્પીડે દોડતાં અને તેમાં પણ શરૂઆતમાં ઓછામાં ઓછા ૫ કોચ વધુ મુસાફરો બેસવાની ક્ષમતાં ધરાવતાં લઇને દોડતાં અંતર સ્ટોપેજ સાથે માત્ર ૧ કલાકમાં કપાઇ જશે.