નડિયાદ: ડાકોરમાં અષાઢી બીજે ૨૪૭મી રથયાત્રામાં પરંપરા મુજબ રાધાકુંડથી ગોપાલલાલજી ગજરાજ ઉપર આરૂઢ થયા હતા. મહાવતની આગળ બેસવા દેવાની વિનંતી સેવકોએ ન સ્વીકારતા મહાવત હાથીની પાછળની બાજુ બેઠા હતા. રથયાત્રા દશામાના મંદિરથી આગળ પહોંચતા હાથીએ એક પગ ઊંચો કરીને ડોલવાનું અને ગોળગોળ ફરવાનું શરૂ કરતાં ભારે દોડધામ મચી હતી.
હાથી ગાંડો થતાં ભગવાનને સલામત અંબાડીમાંથી ઉતારી ચાંદીના રથમાં બિરાજમાન કર્યાં હતા. પાછળ બેઠેલા મહાવતે ગજરાજને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ગજરાજ શાંત ન થતાં ગાંડા થયેલા હાથીને શાંત કરવા બાવળે બાંધી દેવાયો હતો અને ત્યારબાદ રથયાત્રાને આગળ પ્રસ્થાન કરાવાયું હતું.