ડાકોર: રણછોડરાયજીના મંદિર ડાકોરમાં ભગવાનનાં વસ્ત્રો સાંજના તેમજ સવારના ધરાવવાના વસ્ત્રનો લાગોમાં ધરખમ વધારો કરાયો છે. અગાઉ સાંજના વસ્ત્રનો લાગો રૂ. ૧૧૦૦ હતો જે વધારીને રૂ. ૨૫૦૦ કરાયો છે આ વધારો ૧લી ઓક્ટોબરથી અમલી બનાવાયો છે. જ્યારે સવારની મંગળા આરતી પછીના વસ્ત્રનો લાગો રૂ. ૨૫૦૦માંથી રૂ. ૫૦૦૦ કરાયો છે. આ સુધારાનો અમલ ૧લી એપ્રિલ ૨૦૨૧થી થશે. ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી વસ્ત્રના લાગોની તારીખ નોંધાવી શકાશે અને વસ્ત્રની નોંધણી માટેની પ્રક્રિયાની સૂચના ઓફિસ તરફથી વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમણે વસ્ત્ર લાગા ડિપોઝીટ ભરી છે તે પરત આપવામાં આવશે. ૨૫૦ વર્ષથી સમયાંતરે મોંઘવારી વધતા મંદિરના પ્રત્યેક મનોરથમાં પ્રભુને અર્પણ થતા ન્યોછાવરમાં સુધારા થતા આવ્યા છે.