વડોદરાઃ વાઘોડિયા પોલીસે તાજેતરમાં હાલોલથી વડોદરા તરફ જતા ટેમ્પોમાં ડુંગળીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરીને દારૂ - બિયરના રૂ. ૩.૨૨ લાખના જથ્થા સહિત કુલ રૂ. ૫.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેમ્પો સાથે એક આરોપી મનોજ રાવત (૩૦)ની પણ ધરપકડ કરી છે. આ કેસમાં ઇન્દોરના મુકેશ માલવી સહિત બે જણાને વોન્ટેડ જાહેર કર્યાં છે.