અંકલેશ્વરઃ દિલ્હીના નિઝામુદ્દીન મરકઝને થયેલા વિદેશી ફંડિગ બાબતે ન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમે અંકલેશ્વર તાલુકાના રવીદ્રા કરમાલી ગામના મૌલાના અબ્દુલ્લા ઝાંઝીને ત્યાં પણ તપાસ આદરી છે. દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં વિશ્વભરના તબલીગી જમાતીઓ એકઠા થયા બાદ દેશભરમાં કોરોના સંક્રમણ વધતા તબલીગી જમાતીઓ વિવાદની એરણે ચડયા હતા. સરકારે નિઝામુદ્દીન મરકઝને થતા વિદેશી ફંડિગ અંગે તપાસ શરૂ કરી હતી. સરકારના રેવન્યુ વિભાગના એન્ફેર્સમેન્ટ ડાયરેટરેટની ટીમે દેશના ૨૦ જેટલા સ્થાને સઘન તપાસનો સિલસિલો શરૂ કર્યો હતો. જેમાં અંકલેશ્વરના રવીદ્રા કરમાલીમાં રહેતા મૌલાના અબ્દુલ્લા ઝાંઝીના તાર પણ મરકઝ સાથે મળી આવતા ઇડીની ટીમે ૧૯મી ઓગસ્ટે અંકલેશ્વર તાલુકાના રવીદ્રા ગામે રહેતા સદ્દગત મૌલાનાના ઘર સુધીનું પગેરું નીકળતા ત્યાં પણ ટીમ પહોંચી હતી. બે ઇનોવા કારમાં અધિકારીઓએ દોડી આવી પૂછપરછ શરૂ કરી હતી.