દીકરા માટે ૧૫ દીકરીઓની લાઇન કરી

Wednesday 25th November 2015 08:24 EST
 
 

દાહોદઃ કન્યા ભ્રૂણહત્યા બાબતે ભારતમાં ઘણી જાગૃતિ આવી છે છતાં દીકરાની ઘેલછામાં દાહોદના ઝારીભુંજીમાં યુગલે દીકરી પર દીકરીનો જન્મ થવા દીધો છે. ૪૦ વર્ષના કનુ સંગોડ અને તેના ૪૫ વર્ષના પતિ રામસિંહે દીકરાની આશામાં પંદર દીકરીઓને જન્મવા દીધી છે. સતત ૧૪ દીકરીઓને જન્મ આપ્યા પછી બે વર્ષ પહેલાં કનુબહેને વિજય નામના દીકરાને જન્મ આપ્યો હતો. એ પછી સવા વર્ષે તે ફરી સગર્ભા બન્યાં અને  દીકરો જન્મે તે આશાએ બાળકને જન્મ આપ્યો. જોકે દીકરી જન્મી. હવે બીજા દીકરાની આશા યુગલે છોડી દીધી છે. ૨૦ વર્ષમાં ૧૬ સંતાનોના જન્મ પછી કનુબહેન ગર્ભનિરોધ માટે રાજી થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter