ગોધરા: સામાન્ય રીતે ગુલાબનો છોડ આશરે ૧૦ ફૂટ જેટલો ઊંચો હોય છે. વર્ષ ૨૦૦૬માં ગોધરાના બામરોલી રોડ પર આવેલી નંદનવન સોસાયટી ખાતે રહેતા કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર અરુણસિંહ સોલંકીએ લારીમાંથી રૂ. ૧૦માં ગુલાબનો એક ફૂટ જેટલો છોડ ખરીદ્યો હતો. આ છોડની માવજત કરીને ઉછેર્યો છે. આ છોડની ઉચાઇ ૪૪ ફૂટ ઊંચો થઈ ગયો છે. વર્ષ ૨૦૧૯માં આ ગુલાબના છોડની ઉચાઇ ૩૯ ફૂટે પહોંચતા તેમણે સૌથી ઊંચા ગુલાબના છોડ અંગે ‘લિમ્કા બૂક ઓફ રેકોર્ડસ’માં રજૂઆત કરી હતી.
મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરાના મદદનીશ સંશોધક વૈજ્ઞાનિક ડો. એમ. બી. પટેલ, ડો. પી. કે. પરમાર, બાગાયત કેન્દ્રના કનક્લતા મેડમ, નાયબ માહિતી નિયામક આર. આર. રાઠોડ, આર એન્ડ બીના ઇજનેર હિમાની શાહ, સાયન્સ કોલેજ ગોધરાના બોટની વિભાગના પ્રોફેસર ડો. રૂપેશ નાકર તથા પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા ગોધરાના અહેવાલના આધારે હરિયાણા સ્થિત સંસ્થાએ પ્રો. અરુણસિંહ સોલંકીના આંગણાના ગુલાબના આ છોડને ભારતના સૌથી ઊંચા ગુલાબના છોડ તરીકે ‘લિમ્કા બૂક ઓફ રેકોર્ડસ’માં સ્થાન મળ્યું છે. ગિનિસ બુકમાં પણ છોડ નોંધાય તેવા પ્રયત્નોમાં તેઓ કરી રહ્યાં છે.