અંકલેશ્વરઃ વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસના આગેવાન બાલુ વસાવા પર જીવલેણ હુમલો કરાયો હતો. આ હુમલો છોટુ વસાવાના ત્રણ પુત્રો તેમજ અન્ય કેટલાક લોકોએ મળીને કર્યો હતો. અંકલેશ્વરની સેશન્સ કોર્ટે આ ગુના મામલે આઠમી જુલાઈએ સજા ફરમાવી હતી. જેમાં કોર્ટે છોટુ વસાવાના ત્રણ પુત્રો મહેશ વસાવા, કિશોર વસાવા અને દિલીપ વસાવાને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. તેમજ આ કેસમાં સંકળાયેલા અન્ય પાંચ આરોપીઓને પણ ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે, છોટુ વસાવા જનતાદળના ઝઘડિયાના ધારાસભ્ય છે. કિશોર વસાવા આ ગુના સંદર્ભે તપાસ અધિકારી સમક્ષ હાજર ન થતા તેની સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.
તારીખ ૪ એપ્રિલ ૨૦૧૬ના રોજ કિશોર વસાવા અંકલેશ્વર સેશન્સ કોર્ટ માં હાજર થયો હતો જે પોલીસ કસ્ટડી કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવતા તેને સબજેલ ભેગો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કિશોર વસાવાની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી. જેની સુનવણી ૫મી એપ્રિલ ૨૦૧૬ મંગળવારના રોજ થઈ હતી.