ધો. ૧૦ની વિદ્યાર્થિની સાથે પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે ૧૨ વાર દુષ્કર્મ આચર્યું

Tuesday 03rd November 2020 08:03 EST
 
 

વડોદરા: ઠગાઇ અને દુષ્કર્મના ગુનામાં હાલમાં જેલમાં ધકેલાયેલા બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે ૨૦૧૩ની ૨૦૧૭ના ગાળામાં ધો. ૧૦માં ભણતી અને વેકેશનમાં ગુરુની સેવામાં રહેલી કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યાનું બહાર આવ્યું છે. તારા શરીરમાં દૈવી શક્તિનું સ્થાપન કરીશ તેમ જણાવી કિશોરી પર ૧૨ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કિશોરીએ પોલીસમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો. તારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તેમ જણાવીને માઉથ ફ્રેશનરના નામે પ્રશાંતે યુવતીને ઘેનયુક્ત ગોળી ખવડાવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પ્રશાંતના દુષ્કર્મની માયાજાળમાં તેની અન્ય ત્રણ શિષ્યાઓ દિશા ભગતસિંહ સચદેવ ઉર્ફે દિશા જોન, દીક્ષા જસવાની ઉર્ફે સીમા તથા ઉન્નતિ જોશી સામેલ હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
દૈવી સ્થાપન નામે દુષ્કર્મ
વર્ષ ૨૦૧૩માં દસમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની કિશોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, દૈવીશક્તિનું સ્થાપન કરવાનું કહી સ્નાન કરવા મોકલી હતી અને કપડાં પહેર્યા વગર બહાર આવવા કહ્યું હતું. છતાં હું કેપ્રી પેન્ટ પહેરીને બહાર આવી હતી તેનો વીડિયો ઉતારી લીધો હતો. મને આ વીડિયો વાઈરલ કરવાની પણ ધમકી આપી હતી. ગભરાયેલી કિશોરી અને તેના પરિવારે સમાજમાં બદનામ થવાને ડરે ફરિયાદ કરી ન હતી, પરંતુ પાછળથી પ્રશાંતનો પાખંડ ખૂલતાં કિશોરીની હિંમત ખૂલી અને તેણે ફરિયાદ કરી હતી.
બિભત્સ વીડિયોનું મેમરી કાર્ડ
કિશોરી જ્યારે પણ આશ્રમમાં જતી ત્યારે તે અવારનવાર તેની પર દુષ્કર્મ કરતો હતો. જેથી તેણે ત્યાં જવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ તેના માતા-પિતા આશ્રમમાં જતાં પ્રશાંતે તેમને મેમરી કાર્ડ આપીને આ સત્સંગનો વીડિયો છે. તમારી છોકરીને આપજો તેમ કહીને મેમરી કાર્ડ આપ્યું હતું. યુવતીએ આ મેમરી કાર્ડ જોતાં તેમાં તેનો કેપ્રીવાળો વીડિયો હતો જેથી તેણે તેના પરિવારને સમગ્ર મામલાની જાણ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter