દાહોદઃ જિલ્લામાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન તાજેતરમાં હાથ ધરાયું હતું. હિરન પટેલ હત્યાકાંડ તેમજ નકસલ પ્રવૃત્તિઓની તપાસ સંદર્ભે આ ઓપરેશન થયું હતું.
બિલોસા બબિતા કશ્યપને લઈને આ સર્ચ ઓપરેશન હોવાનું જાણવા મળ્યું હતું. બબિતા દાહોદમાં બેથી ત્રણ મહિના રહી હોવાની વિગતો સામે આવી છે. દાહોદના લીમડી, ઝાલોદ, સંજેલી જેવા મથકોમાં બિલોસા બબિતા કશ્યપ દ્વારા જે જે લોકોનો સંપર્ક કરાયો હતો તે વિસ્તારમાં તપાસ કરાઈ હતી.