રાજવી પરિવારના સભ્ય સંગ્રામસિંહ ગાયકવાડના ભાગે આવેલી ૧. ૨૦ લાખ ચોરસફૂટ જમીનની આ મિલકતને શહેરની જ એક રિઅલ એસ્ટેટ કંપની દ્વારા શોપિંગ મોલમાં ડેવલપ કરાશે. આ માટે બન્ને વચ્ચે કરાર થયા હોવાના પણ અહેવાલ છે. ૭૧ હજાર ચોરસફૂટ જગ્યામાં નજરબાગ ખાતે હવે ૩૦૦૦ દુકાનો ધરાવતો શોપિંગ મોલ આકાર લેશે. જેમાં વસ્ત્રો, જ્વેલરી, હોમ ફર્નિશિંગની વિવિધ ચીજવસ્તુઓ માટે દુકાનો હશે. સંગ્રામસિંહના પુત્ર પ્રતાપસિંહ આ મોલની ડિઝાઇનમાં હેરિટેજ સ્પર્શ આપશે તેમ મનાય છે. જ્યારે કન્સ્ટ્રકશન અને ઇન્ટિરિયર મોડર્ન આઉટલુક ધરાવતું હશે.