નડિયાદ: બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજની નિશ્રામાં નડિયાદ પીપલગજમાં યોગી ફાર્મમાં અત્યાધુનિક સંતનિવાસનો નવનિર્માણનો શિલાન્યાસ વિધિ ડોક્ટર સ્વામીના શુભહસ્તે ૧૩મી નવેમ્બરે સંપન્ન થયો હતો. આ સમારોહમાં આણંદ મંદિરનાં કોઠારી ચરણ સ્વામીજી, બોચાસણ મંદિરના કોઠારી વેદજ્ઞસ્વામીજી, નડિયાદ મંદિરના કોઠારી સર્વમંગલ સ્વામીજી, મહેળાવ મંદિરના કોઠારી ગુણાતીત સ્વામીજી તેમજ અનેક દેશી - વિદેશી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સંતનિવાસમાં મહંતસ્વામી મહારાજ, સંતોના નિવાસસ્થાન ઉપરાંત બાળ – યુવા - મહિલા સત્સંગ પ્રવૃત્તિઓના કાર્યાલયોનું નિર્માણ થશે. આ નિવાસસ્થાન તથા કાર્યાલય મુખ્ય મંદિરના ભાગરૂપે હશે. શાસ્ત્રોક્ત શિલાન્યાસ વિધિમાં ડોક્ટર સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિઓને વાગોળવા સાથે સત્સંગમાં ‘સંપ હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિનો વાસ હોય’ એવું કહ્યું હતું.