નડિયાદઃ મુખ્ય પ્રધાને નડિયાદ ખાતે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના નેજા હેઠળ અંદાજે રૂ. ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૭૫૦ પથારીની ૧૦ માળની અદ્યતન સુવિધાસભર ડો. એન. ડી. દેસાઈ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું પહેલી એપ્રિલે ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્ય પ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે, મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલ કાર્યરત થતાં અહીં પ્રથમ વર્ષે મેડિકલની ૧૫૦ બેઠકની ફાળવણી કરાશે. તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડોક્ટર તરીકે ઓછામાં ઓછા બે વર્ષના રાજ્યના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ દર્દીઓની સેવા કરી સમાજ સેવાનું દાયિત્વ નિભાવવા તબીબી વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.