નડિયાદ: સંતરામ મંદિરના નામદાસજી મહારાજ (ઉ. વ. ૭૫) દેવશયની એકાદશીના પર્વના દિવસે પહેલી જુલાઈએ વહેલી સવારે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંતરામ મહારાજની અખંડ જ્યોતમાં લીન થયા હતા. તેમના દેહાંતના સમાચાર નડિયાદમાં પ્રસરી જતાં તેઓના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા. મંદિરના મહંત રામદાસજી મહારાજે બ્રહ્મલીન નામદાસજી મહારાજને પુષ્પાંજલિ આપ્યા બાદ મંદિર પરિસરમાં બપોરે ૧૨:૦૦ કલાકે તેઓના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી હતી. નામદાસજીનું મૂળ નામ જીતુભાઈ પટેલ અને નડિયાદના લખાવાડના તેઓ વતની હતા.