આણંદઃ સેજલબહેને ૧૦મી મે ૨૦૦૫ના રોજ અશ્વિનભાઈ ચતુરભાઈ પટેલ સાથે બોરસદના ગાયત્રી મંદિરમાં ફૂલહાર કરીને કોર્ટ મેરેજ કર્યાં હતાં. સેજલબહેને એ પછી પુત્રીને જન્મ આપતાં જ પતિએ ‘મારે દીકરો જોઈતો હતો’ તેમ જણાવીને ઝઘડો કરી સેજલબહેનને ઘરેથી કાઢી મૂક્યાં હતાં. જેથી સેજલબહેન આણંદમાં પોતાના પિયર આવી ગયાં હતાં. આ અંગે આણંદ મહિલા પોલીસમથકે તેમણે ફરિયાદ આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.