પાકિસ્તાન માટે જાસૂસી કરનારની ગોધરાથી ધરપકડ

Monday 11th January 2021 05:58 EST
 

ગોધરા: પાકિસ્તાનની જાસૂસી એન્જસીઓને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતીઓ આપવા અંગેની માહિતીની તપાસ બાદ બહાર આવેલા ષડયંત્રમાં એક માજી સૈનિક તેમજ ગોધરાના અનસ ગીતેલીની ગોધરા એસઓજીની મદદથી ઉત્તર પ્રદેશ એટીએસએ સાતમીએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ટ્રાંજિસ્ટ રિમાંડ મેળવી તેને લખનઉ લઇ જવાયો હતો.
ઇન્ડિયન આર્મીના લખનઉના ઇન્ટેલિજન્સ વિભાગે પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓ તેમજ અન્ય દેશોમાં આર્મીની માહિતી મોકલવા મામલે ઉત્તર પ્રદેશના બિહુની ગામના નિવૃત્ત સૌનિક સૌરભ ઓમદત્ત શર્માની અટકાયત કરી હતી. તેના ખાતાની સઘન તપાસ હાથ ધરતા ગોધરાના અનસ યાકુબ ગીતેલી દ્વારા પણ પાકિસ્તાનની જાસૂસી ખાતામાં નાણાં જમા કરાવ્યા હોવાનું જણાતાં ગોધરાના અનસ યાકુબ ગીતેલીની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter