પાકિસ્તાનમાં ૧૦૮ દિવસથી ફસાયેલા ગોધરાના ૨૬ લોકો સ્વદેશ પરત

Tuesday 30th June 2020 14:57 EDT
 

ગોધરાઃ જાનમાં ગોધરાથી ગયા બાદ ૧૦૮ દિવસથી પાકિસ્તાનમાં ફસાયેલા ૨૭ લોકો પૈકી ૨૬ જણા ૨૭મીએ સ્વેદશ પરત ફર્યાં છે. અમૃતસરમાં ૭ દિવસ માટે તેમને સરકારી ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે ૧ વ્યક્તિનું પરત ફરવા માટે મંજૂર થયેલા લિસ્ટમાં નામ ન હોવાથી તેને હજી ૧૦ દિવસ લાગશે. ગોધરાથી લગ્નની જાનમાં ૧૧ માર્ચે પાકિસ્તાન ગયેલા ૨૭ જણા લોકડાઉનને લઇને કરાંચી શહેરના ગોધરા વિસ્તારમાં ફસાયા હતા. કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરાતાં ઇન્ટરનેશનલ ફલાઇટ બંધ થતાં ગોધરાના ૨૭ જણા અટવાયા હતા. ગોધરાવાસીઓએ પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસમાં વાધા બોર્ડર ક્રોસ કરવાની પરમીશન માંગી હતી. ભારત સરકારે મંજુરી આપતાં ૨૬ લોકો ભારત પાછા ફર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter