દાહોદઃ દેવગઢ બારિયા નજીકના ગામ ભૂતપગલામાંથી ૧૬મીએ સ્થાનિક બુટલેગરે તેનું નામ પોલીસમાં આપનાર યુવકની બે બહેનો અને તેના પિતાનું ગાડીમાં અપહરણ કર્યું હતું અને બુટલેગર સહિત ૧૩ જણાએ ૧૫ અને ૧૩ વર્ષની બન્ને બહેનો પર તેમના પિતાની નજર સામે દુષ્કર્મ આચરીને ચાલુ જીપે રસ્તા પર ફેંકી દીધી હતી. બાળાઓનાં પિતા કરિયાણાની દુકાન ચલાવે છે.
પોલીસે ફાંગિયા ગામના બુટલેગર ફુમતા ફતેસિંગ રાઠવા, ગોપસિંગ સબૂર, ૭ સાગરિતો અને તેમની સાથે બે મોટર સાઇકલ પર ધસી આવેલા ચાર અન્ય માણસોની ધરપકડ કરી છે. દુષ્કર્મનો ભોગ બનેલી ૧૫ વર્ષીય પીડિતાએ જણાવ્યું હતું કે, એ અમને પકડીને તે લઈ ગયા. બાપુ સામે અમારાં કપડાં ફાડી નાંખ્યા. એક પછી એકે અમારી પર દુષ્કર્મ કર્યું. મારી બહેન બેભાન થઈ હતી. હું ઢીલી પડી ગઈ હતી, પણ મને થોડું ભાન હતું. ગામના લોકોએ પીછો કર્યો હોવાથી દુષ્કર્મ આચર્યા પછી ચાલુ ગાડીએ અમને ફેંકીને તે ભાગી ગયા હતા. એ પછી લોકો અમને દવાખાને લઈ ગયા હતાં.