વડોદરા: વાનાક્રાઇ વાઇરસના હુમલાના એક મહિના બાદ વિશ્વમાં બીજો હુમલો પેટ્યા વાઇરસનો થયો છે. આ હુમલામાં વડોદરા જિલ્લાના પદરાના જનસેવા કેન્દ્રના બે કમ્પ્યુટર્સ ૨૮મી જૂને સદંતર રીતે જ ઠપ્પ થઈ જવા પામ્યા હતા અને કમ્પ્યુટર ચાલુ કરવા માટે ૩૦૦ ડોલરના બિટકોઈનની માગણી કરવામાં આવી હતી.
૨૬મીએ બપોરે સાડા ત્રણ વાગે રેન્સવેર વાઈરસ દ્વારા સંદેશો મળ્યો હતો કે ૩૦મી સુધીમાં ૩૦૦ ડોલર ખંડણી મોકલી આપવી બાકી મહત્ત્વનો ડેટા લોક થશે. માગ મુજબ ચૂકવણી પછી તમામ ડેટા પાછા મેળવી શકાશે તેવું પણ સંદેશામાં જણાવાયું હતું.