પાદરાઃ સ્વામીબાપા અક્ષર નિવાસી થયા બાદ તેમના સ્થાને અનુગામી મહંત સ્વામી મહારાજે સંચાલન સંભાળ્યું છે ત્યારે જન્માષ્ટમીની ઉજવણી પહેલાં મહંતજી ચાણસદની મુલાકાત લઈ પ્રમુખસ્વામી મહારાજના ઘરે દર્શનાર્થે ગયા હતા. જ્યાં તેમણે ચાણસદને સ્માર્ટ વિલેજ બનાવવાની તેમજ ગામના તળાવના બ્યુટિફિકેશનની જાહેરાત કરી હતી.
પાદરા તુલાકાના ચાણસદ ગામે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો. તેમણે આ જ સ્થળેથી સત્સંગ અને શુદ્ધ આચારવિચારની શરૂઆત કરી હતી. તે સ્થળે મહંત સ્વામી જન્માષ્ટમીના દિવસે દર્શનાર્થે આવવાના સમાચાર મળતાં જ તે સ્થળેને ગોકુળની જેમ શણગારવામાં આવ્યું હતું.
જન્માષ્ટમીના દિવસે સવારે દસ કલાકે મહંત સ્વામી ચાણસદ ગામે દર્શનાર્થે પધાર્યા હતા. પરમ પૂજ્ય સ્વામીના અક્ષરવાસ બાદ તેમના સ્થાને વિરાજમાન
મહંત સ્વામી સૌ પ્રથમ વખત ચાણસદ ગામમાં આવ્યા હતા તેથી ભક્તોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.