વડોદરા: આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શિલ્પકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટનાં પત્ની પ્રસિદ્ધ શિલ્પકાર જ્યોત્સનાબહેન ભટ્ટનું ૧૦મી જુલાઈએ બ્રેઈન સ્ટ્રોકના કારણે અવસાન થયું હતું. તેમના અવસાનથી કલાજગતમાં શોક ફેલાયો છે. જ્યોત્સનાબહેનનો જન્મ કચ્છના માંડવીમાં થયો હતો તેઓએ એમ. એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં વિશ્વ પ્રસિદ્ધ શિલ્પકાર શંખો ચૌધરી પાસેથી શિલ્પકલાની તાલીમ લીધી હતી. એ પછી તેઓ ૧૯૭૨માં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં અધ્યાપક તરીકે જોડાયા હતા અને ૨૦૦૨માં તેઓ ડિપાર્ટમેન્ટ હેડ તરીકે નિવૃત્ત થયા હતા.