વડોદરાઃ રાજ્યમાં વડોદરા જિલ્લો ફૂલ ઉત્પાદનમાં પહેલું સ્થાન ધરાવે છે જ્યારે ફળોના પાકના ઉત્પાદનમાં પણ વડોદરા રાજ્યમાં અત્યારે બીજો ક્રમ ધરાવે છે. આણંદ કૃષિ વિદ્યાલયના સંશોધન નિયામક ડો કે બી કથીરિયાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં કેળાના કુલ ઉત્પાદનનું ૩૦ ટકા ઉત્પાદન ભારતમાં થાય છે. તેમાં પણ કેળાના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ડો. કથીરિયાએ કહ્યું કે, ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેળાનું બમણું ઉત્પાદન છે. જેનું ૬૦ ટકા ખેડૂતોને અને ૪૦ ટકા કૃષિ વૈજ્ઞાનીઓને શ્રેય જાય છે. તેમણે વધુમાં વધુમાં કહ્યું કે, રાજ્યમાં વડોદરા ફળોના ઉત્પાદનમાં પ્રથમ હોવાથી ફળ-ફૂલની નિકાસની ઉજ્જવળ શક્યતાઓ ધરાવે છે.