વડોદરા: વડોદરાના ૫ યાત્રાળુઓને લઇને બદ્રીનાથથી હરિદ્વાર આવતું હેલિકોપ્ટર દસમીએ સવારે હેલિપેડ પાસે તૂટી પડયું હતું. જોકે વડોદરાના તમામ પાંચ યાત્રાળુઓ અને પાયલટ તથા કો પાયલોટ મળીને ૭ જણનો આ અકસ્માતમાં બચાવ થયો હતો. જોકે ફ્લાઇટ એન્જિનિયર હેલિકોપ્ટરની પાંખ સાથે અથડાતાં તેનું મોત થયું હતું. હરણી રોડ પર રહેતા અને પાર્ટી પ્લોટ ચલાવતા નવીનભાઇ જશભાઇ પટેલ (ઉ. ૫૭) પત્ની જ્યોત્સનાબહેન (ઉ. ૫૭) અને સંબંધી મિત્રો હરીશભાઇ બેચરભાઇ રાઠોડ (ઉ. ૫૨), લીનાબહેન હરીશભાઇ રાઠોડ (ઉ. ૫૦) તથા રમેશભાઇ અરવિંદભાઇ પટેલ (ઉ. ૫૪) ૬ જૂને વડોદરાથી ચારધામ યાત્રા માટે નીકળ્યા હતા. તેઓનો પ્રથમ પડાવ હરિદ્વાર હતો. ત્યાંથી ૮મી જૂને હેલિકોપ્ટરથી ગંગોત્રી જમનોત્રી દર્શન કરીને પરત હરિદ્વાર આવી ગયા હતા. એ પછી નવમીએ બધાં હરિદ્વારથી હેલિકોપ્ટરથી બદ્રીનાથ અને કેદારનાથના દર્શને ગયા હતા. જ્યાં હવામાન સારું ન હોવાથી હેલિકોપ્ટર ત્યાંથી પરત આવી શકે તેમ નહોતું તેથી રાત્રીરોકાણ બદ્રીનાથમાં કર્યું હતું. દસમીએ સવારે હેલિકોપ્ટરે ટેકઓફ કરતાં જ ફંગોળાયું હતું અને નજીકમાં જ તૂટી પડયું હતું. જોકે પાયલટ અને યાત્રાળુઓનો બચાવ થયો હતો.
ભોળેનાથનો ચમત્કાર
નવીનભાઈ પટેલે કહ્યું કે, અકસ્માત એટલો ગંભીર હતો કે એક ક્ષણ તો અમને થયું કે અમે કોઈ બચીશું નહીં, પરંતુ આશ્ચર્ય વચ્ચે અમને પાંચ જણને સહેજ પણ ઈજા
થઈ નથી.