અમદાવાદઃ આણંદમાં આવેલા સિલોદરામાં રહેતો પ્રતીક પટેલ એન્જિનિયરિંગમાં વધુ અભ્યાસ માટે એક વર્ષ પહેલાં કેનેડા ગયો હતો.
રક્ષાબંધન કરવા માટે પ્રતીક ઘરે આવવાનો હોવાથી તેણે માતા-પિતા સાથે અગાઉ વાત કરી હતી. પરંતુ ૧૮મીએ ઘરે આવ્યો ન હતો. પ્રતીકના માતા-પિતા તો એવું સમજ્યા કે તે કેનેડાથી આવ્યો જ નથી. બીજી તરફ પ્રતીક ૧૯ ઓગસ્ટે કેનેડાથી અમદાવાદ આવ્યો હતો અને ઘરે જવાના બદલે આશ્રમ રોડ પર આવેલી હોટલ રુદ્ર રેજન્સીમાં રોકાયો હતો. ૨૦મીએ સાંજે છ વાગ્યા સુધી પ્રતીકને હોટલમાં સ્ટાફ મેમ્બરોએ જોયો પણ હતો. ૨૧મીએ સાંજે પ્રતીક રૂમમાંથી બહાર ન આવતાં હોટલના સ્ટાફને શંકા જતા સ્ટાફે દરવાજો ખોલીને જોયું તો પ્રતીકે પંખા સાથે કપડું બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. રૂમમાંથી પ્રતીકની ટ્રાવેલિંગ બેગ, કપડા, પાસપોર્ટ, લેપટોપ, મોબાઈલ વગેરે મળી આવ્યા હતા.