આણંદઃ ગુજરાત સરકારના કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘ગુજરાત એજ્યુકેશન ફેર-૨૦૧૮’ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ અલગ અલગ કેટેગરીમાં રાજ્યની ૧૩૧ ઈજનેરી તથા ૫૬ ફાર્મસી સંસ્થાઓમાંથી સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના આચાર્ય ડો. ઈન્દ્રજીત એન. પટેલને એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ પ્રધાન વિભાવરીબહેન દવે, જી.ટી.યુ.ના વાઈસ ચાન્સેલર ડો. નવીન શેઠ, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.