આણંદઃ ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયે યુરલ ફેડરલ યુનિવર્સિટી (રશિયા) તથા સેન્ટ ક્લાઉડ સ્ટેટ યુનિવર્સિટી (USA) સાથે તાજેતરમાં MOUકર્યાં હતા. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઇ પટેલ, ડો. એસ. જી. પટેલ (માનદ મંત્રી, સીવીએમ) સંસ્થાના પ્રિન્સિપાલ ડો. ઈન્દ્રજિત એન. પટેલ, બોર્ડ ઓફ ગોવર્નર્સ મેમ્બર્સ તથા ડો. કૌશિકા પટેલ (એસોસિએટ ડીન, ઇન્ટરનેશનલ કોલબ્રેશન સેલ, બીવીએમ) ઉપસ્થિત રહ્યાં હતાં. બોર્ડ ઓફ ગવર્નર્સ મેમ્બર્સે આ જોડાણ બદલ બીવીએમને અભિનંદન પાઠવ્યા હતા. ભીખુભાઇ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ જોડાણથી બીવીએમ તથા વિદેશની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે વૈશ્વિક પ્લેટફોર્મ મળી રહે તેવી શુભેચ્છા છે.
ડો. ઈન્દ્રજિત એન. પટેલે જણાવ્યું કે, યુએસ, કેનેડા, ચીન, રશિયા, જર્મની, સ્વિત્ઝર્લેન્ડ, ઈરાક અને મલેશિયા જેવા દેશોની ૧૨ જેટલી ખ્યાતનામ યુનિવર્સિટી સાથે MOU થયેલા છે. જે અંતર્ગત શોર્ટટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ ટેક્નિકલ કોન્ક્લેવ, ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ, રિમોટ ઇન્ટર્નશિપ પ્રોગ્રામનું આયોજન થતું રહે છે.