વડોદરાઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. સમગ્ર યોજનાના ભાગરૂપે ‘મિલ્ક સિટી’ આણંદની આગવી ઓળખને જાળવી રાખવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આણંદ સ્ટેશનનો બહારનો દેખાવ તેમજ અંદરની ઇન્ટિરિયર ડિઝાઈન દૂધના ટીપાંના પ્રવાહી સ્વરૂપ, આકાર અને રંગથી પ્રભાવિત છે. હાલ પિલર સહિત કોન્કોર્સ સ્લેબ, ટ્રેક સ્લેબ અને સ્ટ્રક્ચરલ સ્ટીલનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર, કોનકોર્સ એરિયા તેમજ પ્લેટફોર્મ હશે. સ્ટેશન પર બે બાજુ પ્લેટફોર્મ સહિત સમગ્ર સ્ટેશન ત્રણ માળનું હશે.