આણંદઃ ગુજરાતમાં ઘણાં વર્ષો પછી ચરોતર પ્રદેશસ્થિત ચાંગામાં આવેલી ચારૂસેટના કુલપતિ પદે ડો. પંકજ જોશીની નિમણૂક થઈ છે. ચારુસેટમાં ૬૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૬૪ વિવિધ શાખાઓમાં સ્નાતકથી લઈ ડોક્ટરેટ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે. સંસ્થામાં ૪૫૦ જેટલા અધ્યાપકો છે. ૧૧૮ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રી મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના કુલપતિ તરીકેની જવાબદારી ડો. પંકજ જોશીને સોંપાઈ છે. જનરલ રિલેટિવિટી એન્ડ કોસ્મોલોજી વિષયમાં તેમણે ડોક્ટરેટ મેળવી છે. ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં તેઓ વૈજ્ઞાનિક તરીકે કાર્યરત રહ્યા હતા.