વડોદરાઃ બ્રહ્મોસ સુપર સોનિક મિસાઇલનાં કેનિસ્ટર (કવચ) વડોદરા નજીક રણોલીમાં આવેલા એલ એન્ડ ટી કંપનીના પ્લાન્ટમાં બનશે. બ્રહ્મોસ મિસાઇલ જમીન, હવા અને પાણીમાં પણ લોન્ચ કરી શકાય છે. પ્લાન્ટમાં બીજા તબક્કાની કામગીરી શરૂ પણ થઈ છે. અગાઉ અહીં ત્રણ કેનિસ્ટર બનાવી શકાય તેવી સગવડ હતી જેને વધારીને પાંચ સુધી કરવામાં આવી છે.
ડાયરેકટર દ્વારા નિરીક્ષણ
આ પ્રસંગે બ્રહ્મોસ એરોસ્પેસના ડો. સુધીર કુમાર મિશ્રએ જણાવ્યું હતું કે ડિરેક્ટર તરીકે જોડાયા બાદ ડો. અબ્દુલ કલામે બ્રહ્મોસ મિસાઇલમાં પુન: સંશોધન કરવા અંગે જણાવ્યું હતું. વડોદરામાં સેકન્ડ લાઇનમાં કેનિસ્ટરના એફ-૧ અને એફ-૧ ભાગમાં વાઇડનિંગ, કંટ્રોલ હાઇડ્રોટેસ્ટિંગ, પેઇન્ટિંગ કરવામાં આવે છે. એક કેનિસ્ટરમાં કુલ ૬૫ પડ ચઢાવવામાં આવતાં હોય છે. એક કેનિસ્ટરમાં અડધી પૃથ્વીને ઢાંકી શકાય તેટલા ફાઇબરનો ઉપયોગ કરાતો હોય છે.
બ્રહ્મોસ મિસાઇલના પ્રોટોટાઇપથી લઇને જથ્થાબંધ માત્રામાં બનાવવા સુધીની તમામ પ્રક્રિયા ભારતમાં કરાઈ છે.