બ્લેકમેઈલ કરી તબીબે મહિલા પર વારંવાર દુષ્કર્મ આચર્યું

Wednesday 13th June 2018 06:28 EDT
 

વડોદરાઃ અનગઢ ગામમાં મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મ આચરનારા ડોકટર પ્રતીક જોષી સામે એક મહિલાએ આગળ આવીને નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સારવાર માટે ડો. પ્રતીક જોષી પાસે ગઇ ત્યારે ડો. પ્રતીકે તેને કોઇ ગોળી આપ્યા બાદ તેની પર રેપ કર્યો હતો.  ત્યારબાદ કંપાઉન્ડર દિલીપ ગોહિલે મોબાઇલમાં તેને પોતાની વીડિયો ક્લીપ બતાવી બ્લેકમેઇલ કરી હતી. ડો.પ્રતીકે આ મહિલા સાથે સાતથી આઠ વાર દુષ્કર્મ કર્યું હોવાનો સ્ફોટક ખુલાસો મહિલાએ પોલીસ સમક્ષ કર્યો હતો.  અનગઢમાં ક્રિષ્ના ક્લિનીક ધરાવતા ડો. પ્રતીક જોષીએ મહિલા દર્દીઓ સાથે આચરેલ દુષ્કર્મ અંગેના ૨૫ જેટલા વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter