શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વડપણમાં શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાગમ્ય ધામ શ્રી સ્વામીનારાયણ મંદિર ખેડા દ્વારા તાજેતરમાં યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિ-વૃક્ષારોપણ કાર્યક્રમ થયો હતો. જેમાં આચાર્ય સ્વામીજી મહારાજ દ્વારા નગરમાં તેમજ આજુબાજુમાં મોટાપાયે વૃક્ષો રોપવામાં આવ્યા હતાં.આચાર્ય સ્વામીજી મહારાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વૃક્ષોથી નગર હરિયાળું બને છે. વૃક્ષો વાવો અને દરિદ્રતા દૂર કરો. તેમણે સ્વચ્છતા અંગે જણાવ્યું હતું કે. ઘર અને ગામની સફાઇમાં સર્વની ભલાઇ છે માટે સફાઇ રાખતાં રહો. સદ્ગુરૂ ભગવતપ્રિયદાસજી સ્વામી મહંતની એક યાદીમાં પણ આ જણાવાયું હોવાનું તેમણે ટાંક્યું હતું.