વડોદરાઃ શહેરમાં ગત સપ્તાહે આતંકવાદની ગતિવિધિ અને વાણી સ્વાતંત્ર્યની મર્યાદા પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખ તથા લેખક પદ્મશ્રી ડો. ગુણવંત શાહે આતંકવાદ પર અંકુશ લાવવા પર ભાર મૂક્યો હતો. ડો. શાહે જણાવ્યું હતું કે, આતંકવાદ વગરની કોઈ જ સદી ગઈ નથી. આતંકવાદ વિચિત્ર અને ક્રૂરતાના કારખાના જેવો જ છે. તે પછી પેશાવરમાં હોય કે પેરિસમાં, ડેન્માર્કમાં હોય કે પછી ઇરાક-સિરિયાની બોર્ડર પર. મોહમ્મદ પયગમ્બરની તલવાર પર લખ્યું છે કે, જે તારા પ્રત્યે બુરાઈ કરે છે તેના પર તું ભલાઈ કર. જે ગુનો કરે છે તેને ક્ષમા આપ. આ વખતે વાણી સ્વાતંત્ર્ય પર મર્યાદા પણ જાળવી હતી, મર્યાદા સૂક્ષ્મ વિવેકનું જ બીજુ નામ છે. આમ મર્યાદા વગરનું વાણી સ્વાતંત્ર્ય દેશનું નખ્ખોદ વાળી શકે તેમ છે.’
લોર્ડ ભીખુ પારેખે કહ્યું હતું કે, ટેરરિઝમ શબ્દ ખતરનાક છે. જોકે, ટેરરની વ્યાખ્યા આઇડિયોલોજિકલ બાયસ હોય છે. તેની સામેએવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે તેમ છે કે, વાણી સ્વાતંત્ર્ય વિના કોઈ વિજ્ઞાન, કોઈ મેડિસીન આગળ વધી શકે. આપણે ધર્મોમાંથી ચેન્જ લાવવો પડશે. ટેરરિઝમ માત્ર ઇસ્લામ પૂરતો મર્યાદિત નથી.