હાલોલઃ પાવાગઢમાં રવિવારની રજા દિવસે ૫૦ હજાર માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોને લઈ પાવાગઢમાં તેમજ મંદિર પરિસરમાં સોશિયલ ડિસન્સ્ટ જાળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. મંદિર વહીવટી તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી હોવા છતાં યાત્રિકોમાં ધસારો હોવાને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. કોરોનાની મહામારીમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ યાત્રાધામો તેમજ મંદિરોમાં ભક્તોને દર્શન કરવાની છૂટછાટ આપી છે. જેમાં મંદિર ટ્રસ્ટ તેમજ યાત્રિકોએ સરકારી ગાઈડલાઈન મુજબ નીતિનિયમોનું પાલન કરવાનું હોય છે. જેમાં રવિવારની રજાને લઈને યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોમાં મોટાભાગનાએ માસ્ક પહેર્યા ન હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. એક તરફ કોરોનાને લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ પાવાગઢ ખાતે ઉમટી પડેલ યાત્રિકો આવી ભીડવાળી જગ્યામાં માસ્ક વગર ઉમટી પડ્યા હતા. મંદિર પરિષદ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી, પરંતુ વધુ યાત્રિકોનો ધસારો મોટા પ્રમાણમાં હતો.