મહિલા ધારાસભ્યના નામે ફેક ફેસબુક એકાઉન્ટ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

Tuesday 06th October 2020 16:30 EDT
 

વડોદરાઃ ભારતીય જનતા પક્ષના મહિલા ધારાસભ્યનું સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ ખૂલતાં તેમણે સાયબર ક્રાઈમને ફરિયાદ કરી છે. ૩૦મી સપ્ટેમ્બરે વડોદરાના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરનું ફેસબુક એકાઉન્ટ હેક થવાના બનાવ બાદ હવે ભારતીય જનતા પક્ષના અકોટા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય સીમાબહેન મોહિલેનું બોગસ ફેસબુક એકાઉન્ટ ખૂલ્યું હોવાની વિગતો બહાર આવી છે. આ અંગે મહિલા ધારાસભ્ય કહ્યું છે કે, તેમના કાર્યકરો ઉપર મારા નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા તેમણે મને ફોન કરીને બીજી વાર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે પૂછ્યું હતું. મેં કોઈને નવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી નહીં હોવાથી શંકા ગઈ હતી અને તપાસ કરતા મારા ફેસબુક એકાઉન્ટ તેમજ તેની સાથે લિંક કરેલા ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જેવા એકાઉન્ટ પરથી પણ રિક્વેસ્ટ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter