અમદાવાદઃ લુણાવાડા નજીક એક પ્રાથમિક શિક્ષકે વાઘને જોઈને તેનો વીડિયો ઉતાર્યો હતો. જેથી રાજ્યના વન વિભાગે નાઈટવિઝન કેમેરા ગોઠવ્યા હતા. આખરે નાઈટવિઝન કેમેરામાં દેખાતાં ગુજરાતના જંગલોમાં વાઘનું આગમન થયું છે તે વાત ખરી ઠરી હતી. જોકે, વાઘને નરી આંખે કોઈએ જોયો નહોતો. વાઘની શોધખોળ ચાલી રહી હતી. આ ઉપરાંત વાઘને આ જંગલ વિસ્તાર અનુકૂળ છે કે કેમ તેની વન અધિકારીઓ તપાસ કરતાા હતા. ત્યાં ૨૭મીએ સાંજે લુણાવાડાના કંથાર ગામની સીમમાં વાઘનો મૃતદેહ મળ્યો હતો.