દાહોદઃ મંડાવાવ રોડ સ્થિત અગ્રવાલ સોસાયટીમાં ૨૩મી મેએ વહેલી સવારે દીપડો ઘૂસ્યો હતો. લોકોની બૂમાબૂમથી દીપડો પહેલાં એક કાર પાછળ લપાઈ ગયો પછી ત્યાંથી બહાર નીકળીને મુખ્ય માર્ગ પરની એક ફ્રૂટની લારી નીચે લપાઈ ગયો. જોકે ફ્રૂટની લારીવાળા ભાઈ મોબાઈલમાં એવા મશગૂલ હતા કે લારી ઓથે દીપડો બેઠો છે તે તેમને ખબર જ ન પડી. દીપડો પણ શાંતિથી બેઠો રહ્યો હતો. એ પછી લોકોના અવાજથી ચોંકી ઉઠેલા ફ્રૂટવાળાની નજર દીપડા પર પડી અને તે ભાઈ ભાગવા લાગ્યા એમને ભાગતાં જોઈ દીપડો પણ ગભરાયો અને એમની પાછળ ભાગ્યો. દરમ્યાન દીપડાનો પંજો ફ્રૂટવાળાને વાગતાં તેમને સામાન્ય ઈજા થઈ હતી. જોકે ટોળાંને જોઈને રઘવાયો થયેલો દીપડો એક તબેલામાં ઘૂસી ગયો. જ્યાંથી તેને રેસ્ક્યુ કરાયો અને પકડાયો હતો.