વડોદરાઃ ભારત વિકાસ પરિષદ દ્વારા ૨૩મી એપ્રિલે આયોજિત વ્યાખ્યાનમાં સુબ્રમણ્યમ સ્વામીએ યુપીએ સરકાર સામે નિશાન સાધતાં કહ્યું હતું કે, સમજૌતા એક્સપ્રેસ, માલેગાંવ જેવા આતંકવાદી હુમલામાં હિન્દુઓને આતંકવાદી તરીકે ખોટી રીતે સંડોવી દેવાયા છે.
‘ભારત અને આંતરરાષ્ટ્રીય આતંકવાદ’ વિષય પર યોજાયેલા વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે સ્વામીએ કહ્યું કે, હવે ચિદમ્બરમનો જેલમાં જવાનો વારો છે. ભારતમાં ૮૦૦ વર્ષથી ઇસ્લામીકરણનો પ્રયાસ થાય છે અને કાશ્મીરમાં એ અધૂરો ઇતિહાસ પૂરો કરવાનો પ્રયાસ છે પરંતુ તેમાં આતંકીને સફળતા નહીં મળે. કાશ્મીર ઘાટીમાં જ કેમ સમસ્યા છે? તેમની ભાષામાં જ જવાબ આપવો પડશે. ૫ લાખ પૂર્વસૈનિકો છે. હથિયારો અને રૂપિયા આપીને તેમની સામે ઉતારવા જોઈએ.